ૐ નમો ભવાય , શર્વાય રુદ્રાય વરદાય ચ । પશૂનાં પતયે નિત્ય ઉગાય ચ કપર્દિને / ૧ /
ૐ સંસાર સ્વરૂપ , સર્વ પ્રાણીઓનું કલ્યાણ કરનાર રુદ્ર , વરદાન આપનાર , પ્રાણીઓના સ્વામી , ઉગ્ર , કપર્દિ શિવને નમસ્કાર છે .
મહાદેવાય ભીમાય ત્ર્યંબકાય શિવાય ચ । ઈશાનાય મખનાય નમસ્તે મખઘાતિને( ૨ )
સૌથી મોટા દેવ , ભયંકર સ્વરૂપવાળા , ત્રણ આંખોવાળા , કલ્યાણ સ્વર , જગતના ઇશ્વર , દક્ષના યજ્ઞનો નાશ કરનાર હે શિવ ! તમને નમસ્કાર છે . ( ૨ )
કુમાર ગુરવે નિત્ય નીલગ્રીવાય વેધસે । વિલોહિતાય ધૂત્રાય વ્યાધિનેનપરાજીતે |૩ I
હંમેશાં કુમારોના ગુરુ , નીલકંઠવાળા , સૃષ્ટિનું સર્જન કરનારા , લાલ રંગવાળા , ધૂમ વર્ણ જેવા દેખાતા , વ્યાધિઓ સામે કદી પરાજય નહિ પામેલા તેવા શિવને નમસ્કાર છે . ( 3 )
નિત્ય નીલશિખંડાય , શૂલિને દિવ્ય ચક્ષુષે હન્ઝેગોત્રે ત્રિનેત્રાય , વ્યાધાય ચ સુરેતસે ॥ ૪||
નિત્ય શ્યામ કંઠવાળા ,હાથમાં ત્રિશૂલને ધારણ કરનારા , દિવ્ય આંખોવાળા , દુષ્ટોને હણનારા , ભક્તોનું રક્ષણ કરનારા , ત્રણ નેત્રવાળા , શિકારી સ્વરૂપવાળા , સુંદર વીર્યવાળા શિવને મારા નમસ્કાર છે .(૪) અચિંત્યાયામ્બિકાભર્કો સર્વદેવ સ્તુતાય ચ । વૃષભધ્વજાય મુંડાય જટિને બ્રહ્મચારિણે || ૫ ||
ચિંતન ન થઇ શકે તેવા , માતા પાર્વતીના પતિ , બધા દેવો વડે જેમની સ્તુતિ કરાય છે તેવા , જેમની ધજામાં પોઠિયાનું ચિહ્ન છે એવા , ખોપરી ધારણ કરેલા , જટાજૂટ જટાવાળા , બ્રહ્મચારી એવા શિવને મારા નમસ્કાર છે .(૫)
તપ્તમાનાય સલિલે બાયા જિતાય ચા વિશાત્મને વિશ્વસૃજે વિષાવૃત્ય તિષ્ઠ ||૬ ||
જળમાં તપતાં બ્રહ્મણીય , કોઇથી નહી જિતાયેલા , વિશ્વના આત્મા સ્વરૂપ , વિશ્વનું સર્જન કરનારા , વિશ્વને આચ્છાદિત કરીને રહેલા એવા શિવજીને મારા નમસ્કાર છે . ( 6 )
નમો નમસ્તે સત્યાય ભૂતાનાં પ્રવભે નમઃ । પંચ વાય શર્વાય સંકરાય શિવાય ચ ।। ૭ ||
જે સત્ય સ્વરૂપ છે તેમને નમસ્કાર છે . પ્રાણીઓના પતિને નમસ્કાર છે , પાંચ મુખવાળા શર્વને નમસ્કાર છે , કલ્યાણકારી શિવને મારા નમસ્કાર છે .(૭)
નમોડસ્તુ વાચસ્પતયે પ્રજાનાં પતયે નમઃ । નમો વિશ્વસ્ય પતયે , મહતા પતયે નમ : II ૮||
વાણીના પતિ શિવને નમસ્કાર છે , પ્રજાઓના પતિને નમસ્કાર છે , વિશ્વના પતિને નમસ્કાર છે , મહાન લોકોના પતિને મારા નમસ્કાર છે .
નમઃ સહસ્ત્ર શિર્ષાય , સહસ્ત્ર ભુજ અન્યવે સહસ્ત્ર નેત્રે પાદાય , નમઃ સાંખ્યાય કર્મણે ||૯||
હજાર મસ્તક વાળા , હજાર બાહુઓ તથા ક્રોધ સ્વરૂપ શિવને મારા નમસ્કાર છે . હજાર નેત્રોવાળા અને હજાર પગોવાળા , સાંખ્ય ( જ્ઞાન ) રૂપ અને કર્મરૂપ શિવજીને મારા નમસ્કાર છે . ( ૯ )
નમો હિરણ્યવર્ણાય , હિરણ્ય કવચાય ચ । ભકતાનુકંપિને નિત્યં સિધ્યતાં નો વઃ પ્રભો ॥ ૧૦ ॥ સુવર્ણ જેવા વર્ણવાળા સુવર્ણનું કવચ ધારણ કરવાવાળા , હંમેશા ભક્તો ઉપર | કૃપા કરનારા પ્રભુ શિવ ! અમારું વરદાન સિદ્ધ થાઓ . ( 10 )
એવં સ્તુત્વા મહાદેવ , વાસુદેવાઃ સહાર્જુનઃ । પ્રસાદયામાસ ભવં , તદા શસ્ત્રોપલબ્ધયે ॥ ૧૧||
આ પ્રમાણે કૃષ્ણ તથા અર્જુને મહાદેવ સદાશિવની સ્તુતિ કરીને તેમને પ્રસન કર્યા અને તેમનાથી શસ્ત્રોની પ્રાપ્તિ કરી . ( ૧૧ ) ।
તસ્યદિશિવાર્પણમ્ ।
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો