બ્લડ ગ્રૂપ બનાવે Rh ફેક્ટર?
બ્લડ ગ્રૂપમાં વિશેષ એન્ટિજનની હાજરી અને ગેરહાજરીના આધારે Rh ફેક્ટર નક્કી કરવામાં આવે છે. A, B, AB, 0 બ્લડગૃપ પોઝિટિવ છે કે નેગેટિવ તે આ RH ફેક્ટરના આધારે નક્કી કરવામાં આવે છે. તે રેડ બ્લડ સેલની સપાટી પર જોવા મળતું એક વિશેષ પ્રકારનું પ્રોટીન છે. જો આ પ્રોટીન આરબીસી રેડ બ્લડ સેલ)માં છે તો બ્લડ সूप Rh પોઝિટિવ હોય છે. અને તેનાથી ઉલટું જો આ પ્રોટીન આરબીસીમાં ન હોય તો બ્લડ ગ્રુપ Rh નેગેટિવ ગણાય છે. આ પ્રોટીન RhD એન્ટિજન તરીકે પણ ઓળખાય છે.
આમ, આ એન્ટિજન મનુષ્યના શરીરમાં રહેતા તેનું બ્લડ ગ્રૂપ Rh પોઝિટિવ હોય છે જ્યારે આ એન્ટિજન ન જોવા મળતા તેનું બ્લડ ગ્રુપ Rh નેગેટિવ હોય છે. તેના આધારે જ નક્કી થાય છે કે મનુષ્યનું બ્લડ ગ્રૂપ A+(પોઝિટિવ) છે કે A- (નેગેટિવ).
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો