27 ફેબ્રુ, 2021

BMW-Volkswagen ખરીદનારાને વાનરોનો ચિત્કાર સંભળાય છે ખરો?


BMW-Volkswagen ખરીદનારાને વાનરોનો ચિત્કાર સંભળાય છે ખરો?

- મોંઘીદાટ ગાડીઓ બનાવનારાઓના કરતૂતોને ન્યુયોર્ક ટાઇમ્સના એક રિપોર્ટે ખુલ્લા પાડી દીધા છે


આરોગ્ય અને પર્યાવરણ ઉપરના સંશોધન પરનું એક ગૃપ નામે યુરોપીયન રિસર્ચ ગૃપ ચલાવાઇ રહ્યું છે જે કારમાં ડિઝલના ઉપયોગને યથાર્થ ઠેરવવા પ્રયાસ કરે છે

ગાડીઓના ડિઝલમાંથી નિકળતા ધૂમાડાની માનવ અને વાનરના શ્વાસમાં જવાથી શું અસર થાય છે તેનું સંશોધન કરવા કંપનીઓ તગડું ફંડ આપી રહી છે..

ટોબેકો ઉદ્યોગે પણ આવુંજ ડીંડક ચલાવ્યું હતું. હજારેા પ્રાણીઓને સિગારેટની ધૂૂમાડાની અસર હેઠળ રાખીને સાબિત કર્યું હતું કે સિગારેટના ધૂમાડાની આરોગ્ય પર કોઇ અસર થતી નથી

તમે જ્યારે કોઇ જર્મન ગાડી ખરીદો ત્યારે યાદ રાખો કે તમે માનવ અને વાનર બંનેને અપંગ બનાવવા કે મારી નાખવા માટે મૂક સંમતિ આપી રહ્યા છો. ગાડીઓના ડિઝલમાંથી નિકળતા ધૂમાડાની માનવ અને વાનરના શ્વાસમાં જવાથી શું અસર થાય છે તેનું સંશોધન કરવા કંપનીઓ તગડું ફંડ આપી રહી છે. વોક્સવેગન, બીએમડબલ્યુ અને ડેમલર જેવી ગાડીઓ બનાવનારાઓના કરતૂતોને ન્યુયોર્ક ટાઇમ્સના એક રિપોર્ટે ખુલ્લા પાડી દીધા છે. ૨૦૧૨માં થયેલા સંશોધનમાં જણાવાયું છે કે ડિઝલમાં કાર્સીનોજીનીક નામનું તત્વ (કેન્સર કરી શકે એવું તત્વ) રહેલું છે. 

આરોગ્ય અને પર્યાવરણ ઉપરના સંશોધન પરનું એક ગૃપ નામે યુરોપીયન રિસર્ચ ગૃપ ચલાવાઇ રહ્યું છે જે કારમાં ડિઝલના ઉપયોગને યથાર્થ ઠેરવવા પ્રયાસ કરે છે. પ્રાણીઓ પરના પ્રયોગો મેક્સિકો ખાતેની લવલેન્સ રેસ્પાઇરેટરી રીસર્ચ ઇન્સટીટયુટ ખાતે અને માનવ પરના પ્રયોગો જર્મનની આચેન યુનિવર્સિટી ખાતે થાય છે. ડિઝલના ધૂમાડામાંથી નીકળતા નાઇટ્રોજન ડાયોક્સાઇડ શ્વાસમાં જાય તો તે કેટલો નુકશાન કારક બને છે તેના પર સંશોધન ચાલે છે. ટ્રકના ડ્રાઇવરો, મિકેનીકસ અને વેલ્ડરો પર ધૂમાડાનો નાઇટ્રોજન ડાયોક્સાઇડની વાનર પર અસર શું થાય છે તે પર સંશોધન થાય છે.

કારમાંથી નીકળતા ધૂમાડાથી થતી અસરો ચકાસવા વાનરોને કેર ટાઇટ પીંજરામાં પુરવામાં આવે છે અને પછી તેમાં કારનો ઘૂમાડો જ્યાં સુધી વાનર મરી ના જાય ત્યાં સુધી છોડવામાં આવે છે. ન્યુયોર્ક ટાઇમ્સના અહેવાલો વાંચીને જર્મનના પર્યાવરણ પ્રધાન બાર્બરા હેન્ડ્રીક્સએ પ્રતિભાવ આપતા કહ્યું હતું કે આ વાંચીને મને ખુબ આઘાત લાગ્યો છે.

વોક્સ વેગને એમ કહ્યું હતું કે અમે આ બાબતે ઇન્કવાયરી કરાવીશું.

બીએમ ડબલ્યુ અને મર્સીડીઝના બનાવતી કંપનીઓએ કહ્યું હતું કે આ અહેવાલો આઘાતજનક છે આવા પ્રયોગો વિશે અમે જાણતા નથી. જો આમ થતું હોય તો તે ના માની શકાય એવું અને અનાવશ્યક છે. આવા પ્રયોગો માટેની સાયન્ટીફીક મેથડ ઘાતકી ના હોવી જોઇએ.

જર્મનીની ગ્રીન પાર્ટીએ પ્રોમીસ કર્યું છે કે તે આ મુદ્દે ચાન્સેલર એન્જીલા માર્કેલ સાથે ચર્ચશે. જ્યારે પ્રાણી પરના પ્રયોગો અંગે પ્રજામાં વિરોધ થયો એટલે કાર કંપનીઓેે ઘૂમાડા ચેક કરતું એક સોફ્ટવેર મુકીને વિવાદ શાંત પાડવા પ્રયાસ કર્યો હતો.

ડચ પીપલ (નેધરલેન્ડ) એકલાજ એવા છે કે જે આ કૌભાંડનો ભોગ નથી બન્યા. ડિઝલના ધૂમાડાની અસર જાણવા ડચના સંશોધનકારો વર્ષોથી પ્રયાસો કરી રહ્યા છે. ડચ ઇન્સટીટયુટ ઓફ પબ્લીક હેલ્થ મારફતે ધૂમાડાને ડાયલ્યૂટ કેવી રીતે કરવા તેનું સંશોધન ચાલે છે. જેમના પર પ્રયોગો કરાયા છે તેમાં બિમાર તેમજ હાર્ટના દર્દીઓનો પણ સમાવેશ થાય છે. ડચના દૈનિક અખબાર એનઆરસીને સંશોધક નિકોલ જેનેસીને કહ્યું હતું કે ૨૦૧૦થી ૨૦૧૫ દરમ્યાન એર પોલ્યુશન બાબતે મોટા પાયે પ્રયોગો થયા હતા.

ટોક્સીકોલોજીના પ્રોફેસર પાઉલ બોર્મ કહ્યું છે કે મેં પોતે ઉંદર તેમજ માણસો પર પ્રયોગો કર્યા છે. સુગર ઉધ્યોગ સાથે જોડાયેલા સુગર રીસર્ચ ફાઉન્ડેશન ૧૯૬૦ના દાયકામાં શરુ કરાયું હતું. જેમાં સુગર અને હાર્ટના આરોગ્ય પરની અસર ચકાસાઇ હતી.

 હજારો પ્રાણીઓને માત્ર ખાંડ પર જ રાખવામાં આવતા હતા અને પછી તેના હાર્ટ પર કેવી અસર થાય છે તે જોવાતું હતું. પરંતુ જ્યારે સંશોધકોએ નોંધ્યું કે સુગર માત્ર હાર્ટના રોગો નહીં પણ બ્લેડર કેન્સર પણ નોંતરે છે ત્યારે આ પ્રયોગો પડતા મુકાયા હતા તેમજ તેની વિગતો બહાર પણ નહોતી પડાઇ. આમ જે પ્રાણીઓ પર પ્રયોગો કરાયા તે બધા વગર લેવે દેવે મોતને ભેટયા હતા. ત્યારબાદ સુગર ઉધ્યોગોએ એવો સાયન્ટીસ્ટ રોક્યો કે તેણે કહ્યું કે આર્ટીફીશ્યલ સ્વીટનર વધુ ખતરનાક હોય છે અને તે કેન્સર કરે એવા તત્વો ધરાવે છે માટે તેના પર પ્રતિબંધ મુકવો જોઇએ.

ટોબેકો ઉધ્યોગે પણ આવુંજ ડીંડક ચલાવ્યું હતું. હજારેા પ્રાણીઓને સિગારેટની ધૂૂમાડાની અસર હેઠળ રાખીને સાબિત કર્યું હતું કે સિગારેટના ધૂમાડાની આરોગ્ય પર કોઇ અસર થતી નથી. પ્રયોગો ધ્વારા ઉદ્યોગો પોતાની પસંદગીના રીપોર્ટ મેળવી લેતા હોય છે.કોસ્મેટીક ઉદ્યોગ મોટા પાયે પ્રાણીઓનો ઉપયોગ કરે છે. લોરેલ, પ્રોક્ટર એન્ડ ગેમ્બલર, ક્લોરેક્સ,જ્હોન્સન એન્ડ જ્હોન્સન, કોલગેટ પામોલીવ,યુનિલીવર વગેરે આવા પ્રયોગો કરે છે. પ્રયોગો કરીને કંપનીઓ પોતાની કેટલીક ઉણપો છૂપાવી દેતી હોય છે. લોરેલ જે બોડી શોપ વાપરે છે તે માટે પ્રાણીઓ પર પ્રયોગો કરે છે.   

 પ્રાણીઓ પરના ટેસ્ટીંગની વાત આવે છે એટલે એથિક્સનો મોટો ભંગ કરાય છે. ત્યારે પોલીસી બદલવા માટે કોઇ વિચારતું નથી. નામાંકિત બ્રાન્ડ જેવી કે બર્ટ્સ બી (ક્લોરોક્સની માલિકી)મેઇનની ટોમ્સ(કોલગેટ-પામોલીવની માલિકી) પ્રાણીઓ પર ઘાતકી પ્રયોગો નથી કરતી પણ કેટલીક ફેસ અને હેર બ્રાન્ડ પ્રાણીઓ પર પ્રયોગો કરે છે. જેવીકે એલમે,આર્ટીસ્ટરી(એમવે), એવોન બેબી બ્રાઉન, બર્બેરી, કેલ્વીન ક્વેન, ચેનલ, ક્લીનીક, કવર ગર્લ, ડીઓર,એસ્ટી લાઉડર, ફ્લર્ટ, ગીવેન્ચી,ગર્લીયન, હેલીના, સેન્ટ લોરેન્ટ, રબીન્સટીન, લોરેલ, લેન્કમ, એમએસી, મેરી કે, મેક્સ ફેક્ટર, મેબીલીન, રીમેલ, રેવલોન, શીસીડો, ટોમ ફ્રોડ, લા મેર, મેડ્રીમા, ન્યુટ્રોજીના, નિવીયા, નોક્સઝીમા, કેરેટેઝ, નેચરલ ઇન્સટીંક્ટ્સ, નેક્સસ, નાઇક એન ઇઝી, ઓરીફ્લેમ, પોન્ડ્સ, વેસેલીન, વેલગ્રીન્સ, પેન્ટીન, સનસિલ્ક, ડાયલ, ડેલ, આઇવરી વગેરે વગેરે..

કોઇ એમ વિચારે કે રેઝર અને હેર રીમુવર બનાવતી કંપનીઓએ શા માટે પ્રાણીઓ પર પ્રયોગો કરવા જોઇએ ? છતાં કંપનીઓ પ્રાણીઓના અંગો કાપે છે-તેના ટુકડા પણ કરે છે. કેમકે તે એ ચેક કરે છે કે તેમનું રેઝર કેટલી અણીવાળું છે. બીઆઇસી કોર્પોરેશન,બ્રાઉન, જીલેટ કંપની,નાયર, વીટ જેવી કંપનીઓ આવા પ્રયોગો કરતી આવી છે.

એવીજ રીતે બેન્ડ એઇડ, પેમ્પર્સ, સેવલોન,વેસેલીન, વિક્સ વગેરે પણ આવા પ્રયોગો કરે છે.

સેનેટરી નેપકીન બનાવતી કંપનીઓ પણ આવા પ્રયોગો કરતી હોય છે. ક્યું કાપડ વધુ બ્લડ શોષે છે તે ચેક કરાય છે. તેના ટેસ્ટીંગ માટે પ્રાણીને કાપવામાં આવે છે અને તેની નીચે કાપડને મુકવામાં આવે છે. ઓલવેઝ,કેર ફ્રી,ફેમ ફ્રેશ, સ્ટે ફ્રી જેવી બા્રન્ડ માટે આવા પ્રયોગો થતા હોય છે.

અહીંતો માત્ર કેટલાક ઉદાહરણો અપાયા છે. પ્રાણીઓ પર પ્રયોગોની કોઇ જરુર નથી હોતી છતાં અબોલ જીવોનો ભોગ લેવાય છે. કારણકે આવા કોઇ ટેસ્ટ ભરોસાપાત્ર નથી હોતા. હકીકત તો એ છે કે પ્રાણીઓ પરના પ્રયોગો પૈકીના ૯૦ ટકા ટેસ્ટ રદ્દ કરવામાં આવે છે.

જો આવું જ હોય તો કંપનીઓ શા માટે પ્રાણીઓ પર પ્રયોગો કરે છે? આ વિશે હું ફરી કોઇ વાર લખીશ, પરંતુ આ તબક્કે એટલું ચોક્ક્સ કહીશ કે પ્રાણીઓ પર પ્રયોગો કરતી પ્રોડક્ટને આપણે શા માટે ખરીદવી જોઇએ? અહીં આપેલી બ્રેન્ડને ખરીદવી બંધ કરો અને તમેજે વિદેશની લકઝરી કાર ખરીદવા માંગો છો તે પણ ના ખરીદો.ખરીદનારા યાદ રાખે છે તે જોવાતું હતું.

સૌજન્ય સહ: ગુજરાત સમાચાર
ManekaGandhi
Samvedna
   

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો