25 સપ્ટે, 2019

વૈદિક અને પૌરાણિક ભારતના પરિમાણો




પૌરાણિક પરિમાણો

સમયના પૌરાણિક પરિમાણો અને કાળચક્ર [શ્રી વિશ્વકર્મા પુરાણ, કલ્યાણ – જ્યોતિષ અંક ]

નિમેષ = આંખનો પલકારો

2 નિમેષ = 1 વિપલ

10 વિપલ = 4 સેકંડ

3 નિમેષ = 1 ક્ષણ

5 નિમેષ = 2.5 ત્રુટિ = 1 સેકંડ

15 નિમેષ = 1 કાષ્ઠા

20 કાષ્ઠા = 3 લવ

15 કાષ્ઠા = 1 દંડ = 1 લઘુ

15 લઘુ = 1 ઘટી = 1 નાડી

30 કાષ્ઠા = 1 કલા

30 કલા = 1 મુહૂર્ત = 48 મિનીટ = 2 ઘટી

1 પ્રહર = 1 યામ

605 કલા = ચાર પ્રહર* = 1 દિવસ

8 પ્રહર = 1 અહોરાત્ર = 60 ઘટી

1 ઘટી = 24 મિનીટ = 60 પળ

1 પળ = 60 વિપળ

7 દિવસ = 1 અઠવાડિયું#

2 અઠવાડીયા = 15 તિથિઓ = 1 પક્ષ@

2 પક્ષ = 1 માસ^

6 માસ = 1 આયન%

2 આયનો = 3 ઋતુઓ

6 ઋતુઓ$ = 1 માનવ વર્ષ (સંવત્સર) = 1 અબ્દ

10 અબ્દ = 1 દશાબ્દ

10 દશાબ્દ = શતાબ્દ

1 કલિયુગ = 4,32,000 માનવ વર્ષો + નિત્ય પ્રલય

1 દ્વાપરયુગ = 8,64,000 માનવ વર્ષો + નિત્ય પ્રલય

1 ત્રેતાયુગ = 12,96,000 માનવ વર્ષો  + નિત્ય પ્રલય

1 સત્યયુગ = 17,28,000 માનવ વર્ષો  + નિત્ય પ્રલય

1 યુગચોકડી અથવા ચતુર્યુગ = ચારેય યુગો + 17,28,000 વર્ષોનો સંધિકાળ

71 ચતુર્યુગ = 1 મન્વન્તર (એક મનુ રાજાનો રાજ્યકાળ) + નૈમિત્તિક પ્રલય

14 મન્વન્તર& = 1 કલ્પ (બ્રહ્માજી નો 1 દિવસ)

એમ સર્વ પ્રકારના કલ્પો** ક્રમશ: એક પછી એક બદલાયા કરે.

વિષ્ણુભગવાનનો 1 નિમેષ કાળ = બ્રહ્માજીના 108 વર્ષો + મહાપ્રલય

આમ અનાદી કાળથી ચાલતું આવતું આ ચક્ર-ભ્રમણ નો અંત કોઈ જોઈ શક્યું નથી

* ચાર પ્રહરપ્રાત:, મધ્યાહન, સાયં, રાત્રી#અઠવાડિયુંચંદ્રવાસર, ભૌમવાસર, સૌમ્યવાસર, બૃહસ્પતિવાસર, ભૃગુવાસર, મંદવાસર, ભાનૂવાસર@પક્ષશુક્લપક્ષ અને કૃષ્ણપક્ષ^12 માસકારતક, માગશર, પોષ, મહા, ફાગણ, ચૈત્ર, વૈશાખ, જેઠ, અષાઢ, શ્રાવણ, ભાદરવો, આસો%બે આયનઉત્તરાયણ અને દક્ષિણાયન~સંવત્સર60 સંવત્સર હોય છે જે ક્રમવાર આવ્યા કરે (જુઓ પંચાંગ સમજ ).$6 ઋતુઓવસંત, ગ્રીષ્મ, વર્ષા, શરદ, હેમન્ત અને શિશિર&14 મનુઓસ્વાય્મ્ભુવ, સ્વારોચીષ, ઉત્તમ, તામસ, રૈવત, ચાક્ષુષ, વૈવસ્વત, સૂર્યસાવરણી, દક્ષસાવરણી, બ્રહ્મસાવરણી, ધર્મસાવરણી, રુદ્રસાવરણી, દેવસાવરણી અને ઇન્દ્રસાવરણી**14 કલ્પોકપિલ, પ્રાજાપત્ય, બ્રાહ્મ, સૌમ્ય, સાવિત્ર, બાર્હસ્પત્ય, પ્રભાસક, માહેન્દ્ર, અગ્નીકલ્પ, જયંત, મારુત, વૈષ્ણવ, બહુરૂપ અને જ્યોતિષ

સંખ્યાના પૌરાણિક પરિમાણો [શ્રી વિશ્વકર્મા પુરાણ]

1 = એકમ

10 = દશક

100 = શતક

1,000 = સહસ્ત્ર

10,000 = અયુત (દસ હજાર)

1,00,000 = નિયુત (લાખ)

1,00,00,000 = કોટી (કરોડ)

10,00,00,000 = અર્બુદ (દસ કોટી)

1,00,00,00,000 = અબજ (સો કોટી)

1,00,00,00,00,000 = ખર્વ (1 સહસ્ત્ર કોટી)

10,00,00,00,00,000 = નિખર્વ (10 સહસ્ત્ર કોટી)

1,00,00,00,00,00,000 = શંકુ (દસ નિખર્વ)

10,00,00,00,00,00,000 = સમુદ્ર (દસ શંકુ)

1,00,00,00,00,00,00,000 = મધ્ય (દસ સમુદ્ર)

10,00,00,00,00,00,00,000 = અંત્ય (દસ મધ્ય)

કોટીની કોટી અને તેની લાખ ગણી = પરાર્ધ

પરાર્ધથી બમણી = પર

માપના પૌરાણિક પરિમાણો [શ્રી વિશ્વકર્મા પુરાણ, રાજવલ્લભ શિલ્પશાસ્ત્ર]

1 શક્ર-કોશાન્તર = 1000 યોજન

1 યોજન = 2 ગવ્યુતિ (ગાઉ)

1 ગવ્યુતિ = 2000 ધનુષ

1 કોષ = 1000 ધનુષ

1 નલ્વ = 300 ધનુષ

1 ધનુષ-માપ = 4 હસ્ત

1 પુરુષ = 2 કીષ્કુ

1 કીષ્કુ = 2 રતનિ

1 હસ્ત / ગજ / અરત્નિ  = 2 વિતસ્તી (વેંત)

1 દંડ = 106 અન્ગુલ માપ (માત્રા / આંગળી ની જાડાઈ)

1 રત્નિ = 21 અન્ગુલ માપ

1 અનાહપદ = 14 અંગુલ માપ

1 વિતસ્તી = 12 અંગુલ માપ 

1 ગોકર્ણ = 11 અંગુલ માપ

1 સયતાળ = 10 અંગુલ માપ

1 પ્રાદેશ = 9 અંગુલ માપ

1 તૃણી = 8 અંગુલ માપ

1 દ્રષ્ટિ = 7 અંગુલ માપ

1 કરપાદ = 6 અંગુલ માપ

1 તળ = 5 અંગુલ માપ

1 મુષ્ટિ = 4 અંગુલ માપ

1 પર્વ = 3 અંગુલ માપ

1 કળા = 2 અંગુલ માપ

1 અંગુલ માપ = 8 યવ 

1 યવ = 8 યૂકા

1 યૂકા = 8 લીક્ષા

1 લીક્ષા = 8 વાલાગ્ર

1 વાલાગ્ર = 8 રથરેણું 

1 રથરેણું = 8 ત્રસરેણું

1 ત્રસરેણું (પદ્મરાજ) = 18 પરમાણુ

રોજીંદા જીવનમાં, બોલવામાં લખવામાં અને લોક વ્યવહારમાં આ પરિમાણો વાપરો. યુકા, નિખર્વ, શંકુ વગેરે માપોથી પોતે પણ પરિચિત થાવ અને બીજાને પણ કરાવો, વિદ્વતા કેળવો.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો