જો કોઇએ તમારી વિરુદ્ધમાં ખોટી એફઆઇઆર કરી છે તો તમે તેને ચેલેન્જ કરી શકો છો
જો કોઇએ તમારી વિરુદ્ધમાં ખોટી FIR કરી છે તો તમે તેને ચેલેન્જ કરી શકો છો. એવામાં તમારી દલીલ સાચી છે તો તમે હાઇકોર્ટની મદદથી રાહત મેળવી શકો છો. અમે આપને જણાવી રહ્યા છીએ કોઇ ખોટી FIR કરે તો તેનાથી કેવી રીતે બચી શકાય છે. આ વિશે હાઇકોર્ટ એડવોકેટ સંજય મહેરાનું કહેવું છે કે ભારતીય દંડ સંહિતાની ધારા 482ના આધારે આ કેસમાં ચેલેન્જ કરી શકાય છે. કોર્ટે અરજકર્તાની દલીલને યોગ્ય ગણી તો તેને રિલિફ મળી શકે છે.
શું છે નિયમ 482?
કોઇએ તમારી વિરુદ્ધમાં ખોટી FIR કરી છે તો તમે આ નિયમનો ઉપયોગ કરી શકો છો. આના આધારે વકીલના માધ્યમથી હાઇકોર્ટમાં પ્રાર્થનાપત્ર મૂકી શકાય છે. તેની સાથે તમે બેગુનાહીનું સબૂત પણ આપી શકો છો. જેમકે તમે વીડિયો, રેકોર્ડિંગ, ઓડિયો રેકોર્ડિંગ, ફોટોગ્રાફ્સ, ડોક્યૂમેન્ટ્સ પ્રાર્થનાપત્રની સાથે એટેચ કરી શકો છો. તેનાથી તમે તમારી બેગુનાહીને મજબૂતી સાથે કોર્ટમાં રજૂ કરી શકો છો.
હાઇકોર્ટમાં કેસ ચાલે તે સમયે પોલિસ તમારી વિરુદ્ધમાં કાર્યવાહી કરી શકતી નથી.
પોલિસ કઇ રીતે તરત જ રોકશે આ કાર્યવાહી...
ચોરી, મારપીટ, બળાત્કાર કે અન્ય કિસ્સમાં તમને ષડયંત્ર કરીને ફસાવવામાં આવ્યા છે તો તમે હાઇકોર્ટમાં અપીલ કરી શકો છો. હાઇકોર્ટમાં કેસ ચાલે તે સમયે પોલિસ તમારી વિરુદ્ધમાં કાર્યવાહી કરી શકતી નથી. એટલું જ નહીં તમારી વિરુદ્ધમાં વોરંટ પણ બહાર પાડવામાં આવે છે. ત્યારે કેસ ચાલતી સમયે તમને ગુરફ્તાર કરી શકાતા નથી. કોર્ટ નિયત અધિકારીને તપાસ માટે જરૂરી નિર્દેશ પણ આપે છે.
સૌજન્ય:
દિવ્યભાસ્કર. કોમ વેબસાઈટ પરથી
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો