16 ફેબ્રુ, 2018

દેશના આ મુખ્યમંત્રી પાસે નથી ઘર, કાર કે મોબાઈલ, પગાર પણ આપી દે છે દાનમાં


ગુવાહાટી: નોર્થ-ઇસ્ટના ત્રિપુરામાં 18 ફેબ્રુઆરીએ મતદાન થવાનું છે. ત્રિપુરામાં અત્યારે મુખ્યમંત્રી માણિક સરકાર છે. માણિક સરકાર દેશના સૌથી ગરીબ મુખ્યમંત્રી છે. તે 20 વર્ષથી

દેશના સૌથી ગરીબ મુખ્યમંત્રી છે માણિક સરકાર

માણિક સરકાર 1998થી ત્રિપુરાના મુખ્યપ્રધાન છે. માણિક સરકાર પાસે 1520 રૂ. કેશ ઇન હેન્ડ અને 2410 રૂપિયા તેમના બેન્ક એકાઉન્ટમાં છે. સીએમની સેલરી તરીકે તેમને 25,000 મળે છે પણ તે આ રકમ માકપાના નિયમો હેઠળ પાર્ટીને આપી દે છે, તેમાંથી તેમને 9 હજાર રૂપિયા સ્ટાઇપેન્ડ તરીકે મળે છે. માણિક સરકાર પાસે પોતાનો ન તો મોબાઇલ છે, ન ઘર છે અને  ન તો કોઇ કાર છે. તે સોશિયલ મીડિયાનો પણ ઉપયોગ કરતા નથી. તે દેશના સૌથી ગરીબ મુખ્યમંત્રી છે. તેમની ખાનગી સંપત્તિ સતત ઘટી છે.માણિક 20 વર્ષથી રાજ્યમાં સીએમ  છે.મુખ્યમંત્રી હોવા છતા ખુદની પાસે કાર નથી અને તે પોતાની ઓફિસ પણ ચાલીને જાય છે. તેમની પત્ની પાસે પણ કોઇ સિક્યુરિટી ગાર્ડ નથી અને તે રિક્ષામાં સફર કરે છે.

મિડલ ક્લાસ ફેમિલીમાં થયો જન્મ

માણિક સરકારનો જન્મ રાધાકિશેરપુર, ત્રિપુરામાં એક મિડલ ક્લાસ ફેમિલીમાં થયો હતો. તે એક ભારતીય કોમ્યુનિસ્ટ રાજકારણી છે, તેમના પિતા અમૂલ્ય સરકાર દરજી હતા જ્યારે તેમની માતા અંજલી સરકારી કર્મચારી હતા.માણિક પોતાના સ્કૂલના દિવસોમાં જ આંદોલનમાં સક્રિય થઇ ગયા અને 1968માં 19 વર્ષની ઉંમરમાં જ ભારતના મુખ્ય રાજકીય પક્ષ માર્ક્સવાદી  કોમ્યુનિસ્ટ પાર્ટીના સભ્ય બન્યા હતા. માણિક સરકાર એમબીબી કોલેજમાં તેમના શૈક્ષણિક જીવનમાં વિદ્યાર્થી સંઘના ઉમેદવાર હતા, જ્યાં તેમને બીકોમ સાથે ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યુ હતું. 

કોલેજ દરમિયાન ચલાવ્યુ આંદોલન

1967ના ખાદ્ય આંદોલનના અશાંત સમય, ત્રિપુરાની તત્કાલીન કોંગ્રેસ સરકારની નીતિ વિરૂદ્ધ અભિયાન ચલાવ્યુ અને સરકારે ઝુંકવુ પડ્યુ હતું. આ જન આંદોલનમાં તેમની જોરદાર ભૂમિકાએ તેમને કોમ્યુનિસ્ટોમાં સામેલ થવા માટે પ્રેરિત કર્યા. પોતાના શરૂઆતના રાજકીય સમ્પ્રેષણને કારણે, તે એમબીબી કોલેજ સ્ટૂડન્ટ્સ યૂનિયનના મહાસચિવ પણ બન્યા અને વિદ્યાર્થી સંઘના ઉપરાષ્ટ્રપતિ પણ બનાવવામાં આવ્યા. 1972માં 23 વર્ષની ઉંમરમાં તે કોમ્યુનિસ્ટ (માર્ક્સવાદી) પાર્ટીની સ્ટેટ કમિટીમાં સામેલ થઇ ગયા.

રાજકીય કારકિર્દી

સીપીઆઇ (એમ) સ્ટેટ કમિટીમાં પસંદગી પામ્યાના છ વર્ષ પછી વર્ષ 1978માં પાર્ટી રાજ્ય સચિવાલમાં સામેલ કરવામાં આવ્યા હતા.1980માં 31 વર્ષની ઉંમરમાં તે અગરતલા વિદ્યાનસભાના સભ્યના રૂપમાં પસંદ થયા હતા. આ તેમના રાજ્યમાં માણિક સરકારના નેતૃત્વની શરૂઆત હતી. સૌથી મોટી સફળતા 1998માં માણિક સરકાર પાસે આવી હતી. 49 વર્ષની ઉંમરમાં તે સીપીઆઇ (એમ) પોલિત બ્યૂરોના સભ્ય બન્યા. જે કોમ્યુનિસ્ટ પાર્ટીમાં પ્રમુખ નીતિ-નિર્માણ અને કાર્યકારી સમિતી છે. આ વર્ષે જ તે ત્રિપુરા રાજ્યના મુખ્યમંત્રી બન્યા હતા. 

વ્યક્તિગત જીવન

માણિક સરકારના પંચાલી ભટ્ટાચાર્ય સાથે લગ્ન થયા છે, જે કેન્દ્રીય સમાજ કલ્યાણ બોર્ડથી 2011માં સેવા નિવૃત થયા છે. સરકાર અને તેમની પત્ની ઘણુ સરળ જીવન જીવે છે. તે ભારતના  એકમાત્ર મુખ્યમંત્રી છે જેમના નામે કોઇ ઘર કે કાર નથી.

સૌજન્ય:
દિવ્યભાસ્કર. કોમ વેબસાઈટ પરથી

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો