8 ફેબ્રુ, 2018

ફિલ્મ 'યારીયા'થી બોલિવુડમાં ડેબ્યુ કરનાર અભિનેત્રી રકુલ પ્રીત -પોતાની ફીટનેસનું રાઝ ખોલ્યું હતું. જેને જાણીને તમે પણ હેરાન થઈ જશો.

ફિલ્મ 'યારીયા'થી બોલિવુડમાં ડેબ્યુ કરનાર અભિનેત્રી રકુલ પ્રીત સાઉથ ઈન્ડીયન સિનેમાનો જાણીતો ચહેરો છે. 9મી ફેબ્રુઆરીએ તેની ફિલ્મ 'ઐય્યારી' રીલિઝ થવાની છે. હાલમાં તે તેની ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ દરમિયાન રકુલે પોતાની ફીટનેસનું રાઝ ખોલ્યું હતું. જેને જાણીને તમે પણ હેરાન થઈ જશો.

દરકે બીજા વ્યક્તિની જેમ રકુલ પણ સવારે કોફી પીધા વગર રહી શકતી નથી. પરંતુ તે કોફીમાં એવી વસ્તુ નાખે છે જે પહેલી વખત તમારા સાંભળવામાં આવશે. ટ્વીસ્ટ એ છે કે રકુલ તેની કોફીમાં ઘી નાખે છે. તમે પણ સાંભળઈને હારન રહી ગયા ને. પરંતુ હાલમાં જ તેઁણે પોતાના આ સીક્રેટ રાઝ અંગે ખુલાસો કર્યો હતો. રકુલે કહ્યું હતું કે તેને પોતાની બુલેટ કોફી ઘણી પસંદ છે. તે પોતાની કોફીમાં થોડું ઘી નાખે છે જેનાથી કોફીનો ટેસ્ટ યમી થઈ જાય છે.

રકુલે કહ્યું હતું કે કોફી વગર તેનો દિવસ શરૂ થતો નથી. તેણે આ કોફીની ન્યુટ્રીશનલ વેલ્યુ બતાવતા કહ્યું હતું કે આ બુલેટ કોફી વર્કઆઉટ પહેલા પીવી જોઈએ અને આ કોફી પીવાથી પેટ પણ સાફ થાય છે. રકુલ તેની આગામી ફિલ્મમાં અજય દેવગણ સાથે જોવા મળશે. આ રોમકોમ ફિલ્મને લવ રંજન નિર્દેશીત કરશે. ફિલ્મમાં રકુલ એક શહેરની છોકરીના પાત્રમાં જોવા મળશે. આ ફિલ્મ રકુલના બોલિવુડના કરીયર માટે માઈલસ્ટોન સાબિત થઈ શકે છે.
રકુલ ફંકશનલ 45 નામથી ત્રણ ફ્રેન્ચાઈઝી જીમ ચલાવે છે. તેણે થોડા દિવસો પહેલા હૈદરાબાદમાં નવું ઘર ખરીદ્યું હતું, જેની કિંમત 3 કરોડની માનવામાં આવી રહી છે. રકુલે અડધો ડઝન કરતા વધુ બ્યુટી કોનટેસ્ટ જીતી છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો