: અહીં એક વ્યક્તિ મોતના થોડા કલાકો પછી પાછો જીતવો થયો હતો. આ વૃદ્ધ જીવતા થયા તે પહેલાં તેમના બોડિ ઉપર ઘણી જગ્યાએ બ્લૂ નિશાન અને હાથોમાં ફોલ્લાના નિશાન જોવા મળ્યા હતા. જીવતા પછી આ વૃદ્ધાએ જે વાત કહી તે સાંભળીને પરિવારજનો આશ્ચર્યચકિત થઈ ગયા હતા. વૃદ્ધાએ જીવતા થયા પછી તેઓ જેટલા કલાક સુધી મૃત અવસ્થામાં રહ્યા તેની વાત કહી હતી. હાલ આ વિસ્તારમાં આ કિસ્સો ચર્ચા સ્પદ બન્યો છે.
અંતિમ સંસ્કાર પહેલાં જીવતા થયા વૃદ્ધા
- ઘટના યુપીના ફિરોઝાબાદ જિલ્લાના મક્ખનપુર વિસ્તારની છે. અહીં રહેતા 70 વર્ષના વૃદ્ધા જ્ઞાન સિંહ ઘણાં દિવસોથી બીમા હતા. તેમને બ્લડ પ્રેશર, સુગર સહિત અન્ય ઘણી બીમારીઓ હતી. તેમની સારવાર ચાલતી હતી અને તે દરમિયાન ગુરુવારે 1 ફેબ્રુઆરીએ સવારે તેમનું મોત થઈ ગયું હતું.
- પરિવાર તેમના અંતિમ સંસ્કારની તૈયારીઓ કરી રહી હતી અને દરેક પરિવારજનો પણ ત્યાં પહોંચી ગયા હતા.
- સાંજે 4 વાગે સ્મશાન ઘાટ પહોંચતા પહેલાં મૃતકના શરીરમાં થોડા ફેરફાર આવવા લાગ્યા હતા. શરીર પર અમુક જગ્યાએ બ્લૂ નિશાન થવા લાગ્યા હતા અને હાથમાં ફોલ્લા થવા લાગ્યા હતા. બધા કઈ સમજી શકે તે પહેલાં તો જ્ઞાન સિંહ બેઠા થયા હતા.
- પરિવારના જનો ખુશ થવાની સાથે સાથે આશ્ચર્ય ચકિત પણ હતા. થોડી જ વારમાં વાત ફેલાતા દૂર દૂરથી લોકો જ્ઞાન સિંહને જોવા માટે આવતા હતા.
જીવતા થયા પછી શખ્સે સંભળાવી આશ્ચર્યચકિત કરી દેનારી વાત
- જ્ઞાન સિંહે જીવતા થયા પછી જે વાત કરી તે બધાને આશ્ચર્ય ચકિત કરી દે તેવી હતી. તેમણે જણાવ્યું કે, 3 લોકો મને પકડીને ખૂબ દૂર પહાડ પર એક સુંદર જગ્યાએ લઈ ગયા હતા. ત્યાં એક મોટો સોનાનો દરવાજો હતો. ગેટ ઉપર પણ ઘણાં લોકો ઊભા હતા.
- પરંતુ મને ગેટની અંદર ન જવા દીધો. જે લોકો મને પકડીને લઈ ગયા હતા તેમને પણ ચોકીદારો લડ્યા. તે દરમિયાન એક ચોકીદારે મારા ઉપર કઈંક ગરમ વસ્તુ ફેંકી અને મને ધક્કો મારી દીધો. ત્યારપછી હું સીધો નીચે આવી ગયો.
- નીચે પડવાથી મારા શરીર ઉપર આવા બ્લૂ નિશાન થઈ ગયા અને તે ગરમ વસ્તુના કારણે મારા હાથમાં ફોલ્લા પડી ગયા. આ કારણથી મારા શરીરમાં પણ પીડા થઈ રહી છે. યમદૂતથી બૂલ થઈ ગઈ હતી અને તેઓ અન્ય કોઈની જગ્યાએ મને લઈને જતા રહ્યા હતા.
સૌજન્ય
દિવ્યભાસ્કર વેબ
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો