ચંદ્ર પર જવા માટે ભારતના બીજા અને પ્રતિષ્ઠિત ચંદ્રયાન-2 મિશન માટે ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો) સંપૂર્ણપણે સજજ થઈ ગયું છે. ચંદ્રયાન-2 ચંદ્રના દક્ષિણ ધ્રુવમાં ભારતનું પ્રથમ મિશન હશે. આ કારણે ચંદ્રયાન-2 સામે અનેક પડકારો પણ છે.
ઈસરોના વડાના હોદ્દા પરથી ગયા મહિને જ નિવૃત થયેલા એ.એસ. કિરણકુમારે જણાવ્યું હતું કે અમે આ અભિયાન માટે બે સ્થળોની પસંદગી કરી છે. આ પૈકી કોઈ એકની અંતિમ પસંદગી કરાશે. આ બંને સ્થળોએ હજુસુધી એકેય મિશન લેન્ડિંગ થયું નથી.
ચંદ્રમા મિશન માટે તમિલનાડુના મહેન્દ્રગિરીના ઈસરોના લિક્વિડ પ્રોપલ્શન સિસ્ટમ સેન્ટરમાં તાડામાર તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. આની પ્રેક્ટિસના ભાગરૂપે 70થી 80 મીટરની ઊંચાઈએથી યાનની પ્રતિકૃતિનું લેન્ડિંગ કરાશે.
કિરણકુમારે વધુમાં જણાવ્યું હતું કે લોંચ માટે ચંદ્રયાન-2 ફલાઈટના હાર્ડવેર તૈયાર કરાય છે. વર્તમાન વર્ષના પ્રથમ અથવા બીજા ત્રિમાસિક ગાળામાં ચંદ્રયાન-2 લોંચ કરાશે. જિયોસિન્ક્રોસિસ સેટેલાઈટ લોંચ વ્હીકલ માર્ક-2 સાથે ચંદ્રયાન-2 લોંચ કરવામાં આવશે.
સૌજન્ય:
સંદેશ.કોમ વેબસાઈટ
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો