ક્રિપ્ટોકરન્સીથી પૈસા કમાનારાની યાદી બહાર પાડવામાં આવી છે. અમેરિકન બિઝનેસ મેગેઝિન Forbes દ્વારા જાહેર કરવામાં આવેલી યાદીમાં રિપલના કો-ફાઉન્ડર ક્રિસ લાર્સન ટોચ પર છે. Forbesની યાદીમાં ક્રિસ લાર્સનની 7.5થી 8 બિલિયન ડોલરની સંપત્તિ બતાવવામાં આવી છે. હાલમાં જ બ્લોકચેન ટેક્નોલોજી પર આધારિત ક્રિપ્ટોકરન્સીમાં ધરખમ વધારો જોવા મળ્યો હતો. મેગેઝિન મુજબ 2017મા 3 મુખ્ય ક્રિપ્ટોકરન્સી બીટકોઇન, એથેરિયમ અને XRPની કિંમતોમાં 14409%નો વધારો જોવા મળ્યો હતો. હાલના સમયમાં 1500 પ્રકારની ક્રિપ્ટોકરન્સી અસ્તિત્વમાં છે. Forbesની યાદીમાં આ લોકો પાસે છે ક્રિપ્ટોકરન્સીને કારણે સૌથી વધુ સંપત્તિ.
જોસેફ લુબિન - 1થી 5 બિલિયન ડોલરચોંગપેંગ ઝાઉ - 1.1થી 2 બિલિયન ડોલરકેમેરોન એન્ડ ટાઇલર વિંકલવોસ - 900 મિલિયનથી 1.1 બિલિયન ડોલરમેથ્યુ મેલન - 900 મિલિયનથી 1.1 બિલિયન ડોલર
પરંતુ Forbes મેગેઝિન દ્વારા એવું પણ કહેવામાં આવ્યું હતું કે, તેમની યાદીમાં અમુક એવા લોકો પણ છે, જેનું નામ જાહેર ન કરી શકાય.
સૌજન્ય :
Khabarche. com
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો