લીટરમાં કેટલુ માઇલેજ આપે છે વિમાન, શું જાણો છો તમે?
કાર, મોટરસાયકલ અને અન્ય ગાડીઓના માઇલેજ વિશે તો તમે ઘણુ સાંભળ્યુ હશે પરંતુ તમને તે ખબર છે વિમાન 1 લીટર તેલમાં કેટલું માઇલેજ આપે છે.આવા સવાલ સામાન્ય લોકોને ભાગ્યે જ થતા હશે. એક રિપોર્ટ અનુસાર વિમાન પ્રતિ સેકન્ડ લગભગ 4 લીટર ઇંધન ખર્ચ કરે છે. વાત કરીએ બોઇંગ 747ની તો આ 1 મિનિટના પ્રવાસ દરમિયાન 240 લીટર ઇંધન બાળી નાખે છે.
એક રિપોર્ટ અનુસાર બોઇંગ 747 જેવા વિમાન 1 લીટરમાં કેટલુ ચાલે છે તો તેનો જવાબ હશે 0.8 કિલોમીટર જે સાંભળવામાં ઘણુ ઓછુ લાગે છે. આ વિમાન 12 કલાકની મુસાફરી દરમિયાન 172,800 લીટરનું ઇંધન બળે છે.
એક બોઇંગની વેબસાઇટના આંકડા જણાવે છે કે બોઇંગ 747 વિમાનમાં 1 ગેલન ઇંધન (લગભગ 4 લીટર) પ્રતિ સેકન્ડમાં હોય છે. આ વિમાનમાં 10 કલાકની મુસાફરી દરમિયાન 36,000 ગેલન (150,000 લીટર) ઇંધનનો ઉપયોગ થાય છે. બોઇંગ 747 પ્લેનમાં લગભગ 5 ગેલન ઇંધન પ્રતિ મીલ (12 લીટર પ્રતિ કિલોમીટર) બળે છે.
જો બોઇંગ 747 એક કિલોમીટરમાં 12 લીટર ઇંધન બાળે છે તો તેનો અર્થ એ છે કે આ 500 મુસાફરોને 12 લીટર ઇંધનમાં લગભગ 1 કિલોમીટરની મુસાફરી કરાવે છે. આ વિમાન એક કિલોમીટરમાં પ્રતિ વ્યક્તિ માત્ર 0.024 લીટર ઇંધન જ ખર્ચ કરે છે.
सौजन्य :
दिव्यभास्कर.कॉम