લેબલ કાશ્મીરની જેમ એક આઇલેન્ડ માટે લડતા હતા આ બે દેશ સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ કાશ્મીરની જેમ એક આઇલેન્ડ માટે લડતા હતા આ બે દેશ સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

4 ફેબ્રુ, 2018

કાશ્મીરની જેમ એક આઇલેન્ડ માટે લડતા હતા આ બે દેશ, પછી કાઢ્યો આ અનોખો ઉકેલ

એક તરફ ભારત અને પાકિસ્તાન છાસવારે કાશ્મીરને લઈને જંગના માહોલમાં રહે છે, ત્યારે દુનિયાના બે દેશો એવા પણ છે, જેઓ પોતાની સમજદારીથી વર્ષો જૂની દુશ્મની ખતમ કરી દીધી છે. સ્પેઈન અને ફ્રાન્સ વચ્ચે ફેન્સેન્સ નામનો એક આઇલેન્ડ આવેલો છે. બન્ને દેશ આ આઇલેન્ડની અદલબદલ કરતા રહે છે. હાલ આ આઇલેન્ડ 6 મહિના માટે સ્પેઈન પાસે છે. 6 મહિના બાદ ફરી સ્પેઈન 3000 ચોરસ મીટરની આ જમીનને ફ્રાન્સને પરત કરી દેશે. આ પરંપરા છેલ્લા 350 વર્ષથી ચાલતી આવી છે. આ આઇલેન્ડ ફ્રાન્સ અને સ્પેઈનની સરહદને અલગ કરનારી બિદાસોઆ નદી પર આવેલો છે. આઇલેન્ડની અદલબદલનું કારણ છે રસપ્રદ...

- ફ્રાન્સની સ્પેઈન સરહદ પર આવેલું છેલ્લું શહેર હેન્ડેઈ છે. આ ફ્રેન્ચ બાસ્ત બીચ રિસોર્ટ પર આવેલું છે, જ્યાં હજારો સીલનો જમાવડો થાય છે.
- જ્યારે તેના બીજા ભાગ પર એક મોટા ડેમ બાદ સ્પેઈનનું ઈરુન શહેર આવેલું છે, જે ફ્રાન્સને ટચ થતી સરહદ પર છે. આ બન્ને શહેર વચ્ચે બિદાસોઆ નદી બન્નેને અલગ કરે છે.
- ફેન્સેન્સ આઇલેન્ડ આ જ નદીની વચ્ચોવચ આવેલું છે. આ મેનમેડ આઇલેન્ડ એકદમ નર્જન છે અને બન્ને દેશોની સરહદની વચ્ચોવચ હોવાના કારણે તેને ન્યૂટ્રલ ટેરિટરી માનવામાં આવે છે.
- જો કે, આ આઇલેન્ડનું મોટું ઐતિહાસિક મહત્વ છે. અહીંયા 1659માં ફ્રાન્સ અને સ્પેઈન વચ્ચે જંગ ખતમ કરવાને લઈને વાતચીત આ આઇલેન્ડ પર જ થઈ હતી.
- આ વાતચીત દરમિયાન એક પીસ ટ્રીટી પણ થઈ હતી, જેને પાઈનીસની સંધિ કહેવામાં આવે છે. આ સંધિ શાહી લગ્ન સાથે પૂર્ણ થઈ હતી, જેમાં ફ્રાન્સના કિંગ લુઈસ XIVએ સ્પેઈનના કિંગ ફિલિપ IVની દીકરી સાથે લગ્ન કર્યા.
- આ સાથે જ એ પણ નક્કી થઈ ગયું કે આ આઇલેન્ડને બન્ને દેશ મળીને શેર કરશે. આ આઇલેન્ડ 1 ફેબ્રુઆરીથી 31 જુલાઈ સુધી સ્પેઈન પાસે રહે છે, જ્યારે બાકીના છ મહિના ફ્રાન્સ પાસે.

- આ ટેરેટરી 200 મીટર લાંબો અને 40 મીટર પહોળો છે. આ આઇલેન્ડને લોકો માટે હેરિટેજ તરીકે અમુક ખાસ પ્રસંગે જ ખોલાવામાં આવે છે.
- પાણીના પ્રવાહ અને સુરક્ષિત રાખવામાં થઈ રહેલી બેદરકારીના કારણે તેણે છેલ્લી ઘણી સદીઓમાં તેણે અડધાથી વધારે ભાગ ગુમાવી દીધો છે. તેનો આકાર ઘટી રહ્યો છે.
- અહીંયા નદીના પાણીનું સ્તર બદલાતું રહે છે. પાણીનું સ્તર ઘટતા ઘણી વાર એવી સ્થિતિ આવી જાય છે કે, ચાલતા સ્પેઈન કે ફ્રાન્સ પહોંચી શકાય છે.

સૌજન્ય:

divyabhaskar.com