31 ઑગસ્ટ, 2025

૧૩ કામ જે સમજદાર લોકો નથી કરતા

૧૩ કામ જે સમજદાર લોકો નથી કરતા, તેના મુદ્દાઓ નીચે મુજબ છે:  

*સમજદાર લોકો પોતાના માટે અફસોસ કરવામાં સમય બગાડતા નથી.  

*તેઓ પોતાની શક્તિ બીજાને આપતા નથી.  
*તેઓ પરિવર્તનથી ડરતા નથી.  

*તેઓ એવી વસ્તુઓ પર ધ્યાન કેન્દ્રિત કરતા નથી, જે તેમના નિયંત્રણમાં નથી.  

*તેઓ દરેકને ખુશ કરવાની ચિંતા રાખતા નથી.  

*તેઓ વિચારીને જોખમ લેવાથી ડરતા નથી.  

*તેઓ ભૂતકાળમાં જીવતા નથી.  

*તેઓ વારંવાર એક જ ભૂલો કરતા નથી.  

*તેઓ બીજાની સફળતાથી ઈર્ષ્યા કરતા નથી.  

*તેઓ પહેલી નિષ્ફળતા પછી હાર માનતા નથી. 
 
*તેઓ એકલા રહેવાથી ડરતા નથી.  

*તેઓ એવું નથી માનતા કે દુનિયા તેમની ઋણી છે.  

*તેઓ તાત્કાલિક પરિણામની અપેક્ષા રાખતા નથી.  

24 ઑગસ્ટ, 2025

વિધાર્થીઓમાં આજકાલ ઝગડા કે મારામારી થવાના મનોવૈજ્ઞાનિક કારણો:

વિધાર્થીઓમાં આજકાલ ઝગડા કે મારામારી થવાના મનોવૈજ્ઞાનિક કારણો નીચે મુજબ હોઈ શકે છે:

1. બાળકને રેસનો ઘોડો બનાવી દીધો છે: 

બાળક 18 કલાક ઘેર હોય છે ! સ્કૂલમાં તો 6 કલાક જ . પરંતુ માતાપિતાને માત્ર બાળકના માર્ક્સમાં રસ હોય છે. માતાપિતા તેને રેસનો ઘોડો સમજે છે.

2. માતાપિતા અને બાળકમાં ધીરજનો અભાવ: 

માતા પિતા જ ધીરજ વગરના થઈ ગયા છે માટે તેમને જોઈને બાળકો પણ ધીરજ વગરના થાય છે અને પ્રતિકૂળ સંજોગ આવતા ગુસ્સો વિકૃતિનું સ્વરૂપ ધારણ કરે છે. 
માબાપ અને બાળકો સ્વકેન્દ્રી બનવાને કારણે સહનશક્તિનો સદંતર અભાવ છે. 

*3. શિક્ષકોના અધિકાર છીનવાઈ ગયા છે:*

*બાળક અવળા રસ્તે જાય છે ત્યારે શિક્ષક તેને ટોકે કે કોઈ શિક્ષા કરે તો પણ આજકાલના માતા પિતાને તે પસંદ નથી. આથી બાળકોને છુટ્ટો દોર મળી જતાં ઉદ્ધત બની જાય છે. અંતે મારામારીની ઘટનાઓ બનતી હોય છે.* 

4. તણાવ અને દબાણ: 

વિદ્યાર્થીઓના માનસપર અભ્યાસનુ દબાણ, પરીક્ષાનો તણાવ, અને ઘરના સંઘર્ષોનો પ્રભાવ હોય છે. આવા તણાવથી તેઓ આક્રમક બની જાય છે.

5. આત્મ-સમ્માનની રક્ષા.

ક્યારેક અડોશ પડોશના કે શાળાના અન્ય બાળકો દ્વારા તિરસ્કાર થવું કે અપમાનિત થવું એ ઝઘડાનું કારણ બને છે;
 પોતાનું આત્મ-સમ્માન બતાવવા માટે ઝઘડા થાય છે.

6. સહયોગીઓનું દબાણ 
 
કોઈકવાર વિદ્યાર્થીના સમૂહમાં સામેલ થવા માટે અથવા પોતાનું સ્થાન બરાબર કરાવવા માટે હિંસક વર્તન અપનાવે છે.માટે *સંગ એવો રંગ* 

7. હારનો અસ્વીકાર : 

ઇર્ષામાં હાર સહન નહીં કરી શકવાની કુટેવ વિધાર્થીઓને નકારાત્મક દિશામાં આક્રમક બનાવે છે 

8. પારિવારિક પરિસ્થિતિ:

 કેટલાક વિધાર્થીઓનાં ઘરે તણાવયુક્ત વાતાવરણ હોય છે. ધરની સમસ્યાઓ અથવા મા બાપ આક્રમક હોય, તો તેની અસર બાળકદ્વારા સ્કૂલમાં પણ આવી શકે છે.

9. માહિતી અને સલાહનો અભાવ:

 યોગ્ય માર્ગદર્શન અને સકારાત્મક વાતાવરણ વગર વિધાર્થીઓને પોતાની લાગણીઓને સમજવામાં અને નિયંત્રિત કરવામાં મુશ્કેલી થાય છે.

10. અન્ય પ્રભાવ: 

સોશ્યલ મીડિયા, ઓન લાઇન ગેમ, નેટફ્લિક્સ , ક્રાઈમ પેટ્રોલ અને મિત્રોનો પ્રભાવ પણ આક્રમક વર્તનને વધારી શકે છે.

11. બાળકોનો પક્ષ લેવાની ખોટી કુટેવ :

અત્યારના માબાપ કે વાલી પોતાના બાળકો સોસાયટી કે મહોલ્લામાં સતત ક્રિકેટ રમે છે, પરિણામે પડોશીઓના ઘર, વાહનોને નુકસાન કરે છતાં પોતાના બાળકોને અટકાવવા ને બદલે બાળકો ક્યાં રમવા જાય ? એવા પક્ષપાત કરી ઝગડા કરે, બાળકોને પ્રોત્સાહન આપી વધારે ઉદ્ધત બનાવે છે. જે માબાપ પોતે બીજાની સુખાકારી ભંગ થાય તેવું ઇચ્છતા હોય તે બાળકો બીજાનો શું વિચાર કરવાના ?

12. સંસ્કારનો અભાવ:

માત્ર ઘરમાં ખૂબ પૈસા હોવાથી જીવન સરળ અને ખુશીમાં રહેતું નથી. તેના માટે ઘરના વડીલ સભ્યોએ ઘરનું વાતાવરણ પણ એ મુજબનું બનાવવું જરૂરી છેં. ધરના વડીલો જેવું ઘરનું વાતાવરણ રાખશે , અડોશ પડોશમાં જેવો વ્યવહાર રાખશે ! બાળક પણ એવુંજ અનુકરણ કરશે. 

આજકાલ સમસ્યા એ છે કે પુરુષ પૈસા કમાવવાની દોટમાં ઘરનો તમામ કંટ્રોલ ખોઈ બેઠો છે.

આ કારણે માતાપિતાએ પોતાના બાળકો સાથે વાતચીત વધારવી જોઈએ. 
તેમને શાંતિપૂર્વક સમસ્યાઓ હલ કરવાનું શીખવવું જરૂરી છે.
માનસિક સપોર્ટ પ્રદાન કરવો ખૂબ જરૂરી છે.
 
જરૂર જણાય તો સ્કૂલ શિક્ષક કે કોઈ કાઉન્સેલરની મદદ પણ લેવી જોઈએ. 

જો આ બાબતે સજાગ બની જાગૃતિ નહી લાવીએ તો દિનપ્રતિદિન આવા કિસ્સાઓ ખૂબ પ્રમાણમાં વધવાની શક્યતાઓ છે. 

અંતમાં ... 

તમારી પાસે ગમે તેટલા રૂપિયા હોય, બાળકને જો તમે માત્ર સુખમાં જ ઉછેરશો, ક્રિકેટ કે રમતોના સાધનો, મોઘી સાયકલ, સ્કૂટી, મોબાઈલ જેવી તેની ડિમાન્ડ પૂરી કરવામાં પોતાના પૈસાનો દેખાડો કરશો તો આવી જંગલી વેડા વાળી પેઢીનું જ નિર્માણ થશે.
 *બાળક ભૂલ કરે છે તો તેના ગાલ પર ખેંચીને બે થપ્પડ લગાવવી જરૂરી છે. ક્યારેક તેના ભવિષ્ય માટે સુખરૂપ સાબિત થશે.*