વર્ષના 4 દિવસ એવા હોય છે જેને ખગોળીય ઘટનાઓ અનુસાર ખાસ માનવામાં આવે છે. આ છે 21 ડિસેમ્બર. જે વર્ષનો સૌથી નાનો દિવસ હોય છે. તેને વિંટર સોલસ્ટાઇસના નામે પણ ઓળખવામાં આવે છે. આ સિવાય 21 માર્ચ અને 23 સપ્ટેમ્બરના રોજ પણ દિવસ અને રાતનો સમય બરોબર હોય છે. 21 જૂનને વર્ષનો સૌથી મોટો દિવસ હોય છે. આ દિવસે સૂર્ય મોડે સુધી ધરતી પર કિરણોથી પ્રકાશ ફેલાવે છે.
પૃથ્વી પોતાના અક્ષ પર સાડા ત્રેવીસ ડિગ્રી સુધી ઝુકેલી રહે છે. આ કારણે તે સૂર્યનું અંતર પૃથ્વીના ઉત્તરી ગોળાર્ધથી પણ વધારે હોય છે. તેનાથી સૂર્યના કિરણોનો પ્રસાર પૃથ્વી પર ઓછા સમય સુધી રહે છે. 21 ડિસેમ્બરે સૂર્ય દક્ષિણાયનથી ઉત્તરાયણમાં પ્રવેશ કરે છે. આ દિવસે સૂર્યના કિરણો મકર રેખાને પસાર કરે છે અને કર્ક રેખાને આછો સ્પર્શ કરે છે. આ કારણે સૂર્ય જલદી ડૂબી જાય છે અને રાત જલદી થઇ જાય છે.
આખી દુનિયામાં મનાવાય છે તહેવાર
ચીનમાં લોકો 21 ડિસેમ્બરના દિવસને પોઝિટિવ એનર્જીનું પ્રતીક માને છે. આ સિવાય તાઇવાનમાં આ દિવસે લોકો ટ્રેડિશનલ ફૂડ ખાવાનું પસંદ કરે છે. ફક્ત અહીં જ નહીં પાકિસ્તાનના નોર્થ વેસ્ટર્નમાં રહેનારી જનજાતિ કલાશા કૈમોસ ઉત્સવ મનાવે છે. આ ખાસ દિવસને જર્મની, ફ્રાંસ અને ઇંગ્લેન્ડના અનેક વિસ્તારોમાં દ ફિસ્ટ ઓફ જૂલ ફેસ્ટિવલ મનાવવામાં આવે છે.
બ્રૂમાલિયાના નામે થાય છે ખાસ આયોજન
આ રોમવાસીઓ દ્વારા મનાવવામાં આવતો પ્રાચીન ઉત્સવ છે જેને સંપન્નતા, ખેતી અને પૂર્વજોને સમ્માન આપવાની સાથે ઉજવવામાં આવે છે. આ ઉત્સવ પર છઠ્ઠી શતાબ્દિમાં જસ્ટિનિયન શાસકે પ્રતિબંધ લગાવ્યો હતો.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો