શરીર છે તો શારીરિક તકલીફો પણ રહેવાની જ છે. તેમાંય સ્ત્રીઓ પોતાની હેલ્થને લઇને વધારે લાપરવાહ હોય છે. પરંતુ જો સ્ત્રીઓ તેમના રોજિંદા ડાયેટમાં ન્યૂટ્રીશસ ફૂડ આઈટમનો સમાવેશ કરી લે તો ઘણી તકલીફોને દૂર થઇ શકે છે.
આ પદાર્થોને દરેક વયજૂથની મહિલા પોતાના ડાયેટમાં લઇ શકે છે. અહીં એવા જ કેટલાક પદાર્થો વિશે વાત કરવામાં આવી છે.
સ્ત્રીઓમાં ઉંમરના દરેક તબક્કે શારીરિક ફેરફારો આવતાં હોય છે. એ જ કારણ છે કે ઉંમરના દરેક તબક્કે એમને અલગ-અલગ પ્રકારના આહારની જરૂર પડે છે.
પીરિયડસ, પ્રેગ્નન્સી, મેનોપોઝના ફેઝમાં એમને વધારે પોષણની જરૂર હોય છે. આવા સમયે એમનો ખોરાક એવો હોવો જોઈએ જે એમની પોષણની જરૂરીયાતોને પૂર્ણ કરે છે. આ પદાર્થો ભાવે કે ના ભાવે એનું સેવન અવશ્ય કરવું જોઈએ.
ખજૂર
ખજૂર, આયરન અને પોટેશિયમનો સારો સોર્સ છે. સાથે જ એનાથી મહિલાઓમાં લેક્ટેશન ઇમ્પ્રૂવ થવાથી પૂરતા પ્રમાણમાં દૂધ આવે છે અને બાળકને ફીડિંગ કરાવવામાં તકલીફ નથી પડતી. રોજે બે કે ત્રણ ખજૂર ખાવાથી મહિલાઓની ફર્ટિલિટી પણ ઇમ્પ્રૂવ થાય છે.
તલ
સ્ત્રીઓ માટે કાળા અને સફેદ એમ બંને તલ ખૂબ જ લાભદાયી છે. એના લાડુ બનાવીને ખાઓ, કાચા ખાઓ કે પછી શાકમાં નાંખીને ખાવ પણ ખાઓ જરૂર. તેમાં પ્રચૂર પ્રમાણમાં રહેલું આયરન અને ફૉલિક એસિડ સ્ત્રીઓને એનિમિયા સામે રક્ષણ પૂરું પાડે છે. સાથે જ તેમાં રહેલું નાયસિન, બૅડ કોલેસ્ટ્રોલનું લેવલ ઘટાડીને હાર્ટ એટેકનું જોખમ પણ ઘટાડે છે. તલમાં રહેલાં કેલ્શિયમ અને ઝિંક હાડકાઓના ઘનત્વને વધારે છે અને પ્રી કે પોસ્ટ મેનોપોઝના સમયમાં થતાં ઑસ્ટિયોપોરોસિસથી બચાવે છે.
પપૈયુ
સ્લિમ અને ફિટ રહેવાની ઇચ્છા કઇ સ્ત્રીને નથી હોતી. રોજે એક બાઉલ પપૈયુ ખાવાથી પાતળા થવું શક્ય બને છે. વાત એમ છે કે એમાં રહેલાં ફાઈબર્સ પેટ ભરાઈ જવાનો અહેસાસ જલદી કરાવી દે છે અને એનાથી એકસ્ટ્રા ફેટ પણ બર્ન થાય છે. પીરિયડસના દુખાવાને પણ એ ઘટાડે છે. એક અભ્યાસ મુજબ તો પપૈયુ યુવાન સ્ત્રીઓમાં સર્વાઈકલ કેન્સરનું જોખમ પણ ઘટાડે છે. જો કે સગર્ભા સ્ત્રીઓએ ક્યારેય પપૈયુ ના ખાવું જોઈએ.
સ્ટ્રોબેરી
ક્વરસેટિન, લ્યૂટિન, જિક્સૈથિન, ઇલૈજિક એસિડ, કીંપફેરોલ અને એન્થોસાયનિન જેવા એન્ટીઑક્સીડન્ટસથી ભરપૂર સ્ટ્રૉબેરી ખરાબ કોલેસ્ટ્રોલનું લેવલ ઘટાડીને હાર્ટ એટેકનું જોખમ ઘટાડે છે અને મધ્યમ વયજૂથની મહિલાઓના હાર્ટને ડેમેજ થતા અટકાવે છે. આ ફળમાં રહેલા બાયોટિન વાળ અ નખને મજબૂત બનાવે છે. સાથે જ આલ્ફા હાઈડ્રોક્સી એસિડ ડેડ સ્કિનને રિમૂવ કરે છે.
બ્રોકોલી
રોજે અડધો કપ બ્રોકોલી કાચી, બાફેલી કે શેલો ફ્રાઈ કરીને ખાવાથી બ્રેસ્ટ, ઓવેરિયન અને યૂટેરિન કેન્સરનુ જોખમ ખાસ્સું ઓછુ થઇ જાય છે. અમેરિકન કેન્સર સોસાયટી મુજબ બ્રોકોલીમાં રહેલાં એન્ટીઑક્સીડન્ટ ઇસોથિયો સાઈનેટ શરીરમાંથી એકસ્ટ્રા ઇસ્ટ્રોજન હાર્મોનને કાઢી નાંખે છે. સાથે જ એમાં રહેલાં વિટામિન સી, એમિનો એસિડ અને સલ્ફર શરીરના ડિટૉક્સીફિકેશનમાં મદદ કરે છે. એટલું જ નહીં આ ગુણકારી શાકમાં ઓમેગા-3 ફેટી એસિડ પણ હોય છે જે કોલેસ્ટ્રોલનું લેવલ ઘટાડે છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો