14 ફેબ્રુ, 2018

ભારતના આયુર્વેદ ડોક્ટરે જયસૂર્યાને 72 કલાકમાં ચાલતો કર્યો, થઇ હતી ગંભીર ઇજા

કોલંબો: શ્રીલંકાના પૂર્વ ક્રિકેટર સનથ જયસૂર્યાને જુન્નારદેવના આયુર્વેદ ડોક્ટર પ્રકાશ ટાટાએ સારવાર કરી 72 કલાકમાં તેને પોતાના પગ પર ઉભો કરી દીધો હતો. મહત્વપૂર્ણ છે કે

શ્રીલંકન ક્રિકેટ ટીમના પૂર્વ ખેલાડી સનથ જયસૂર્યાએ પોતાના કમર અને પગમાં ગંભીર બીમારીઓને કારણે પથારી પકડી લીધી હતી. જયસૂર્યાએ ચાલવા માટે પણ લાકડીનો સહારો લેવો પડતો હતો. આ બીમારીને કારણે જયસૂર્યાએ ઓસ્ટ્રેલિયા (મેલબોર્ન)માં ઓપરેશન પણ કરાવ્યુ હતું અને તે શ્રીલંકાના કોલંબો સ્થિત નવલોક હોસ્પિટલમાં પણ દાખલ રહ્યો હતો. જો કે તેને કોઇ રાહત થઇ નહતી. તે પછી ભારતના પૂર્વ ક્રિકેટર અઝહરૂદ્દીને આયુર્વેદિક ડોક્ટરની સલાહ લેવાનું કહ્યું હતું.
- છિંડવાડાના જુન્નારદેવના રહેનારા ડો.પ્રકાશ ઇન્ડિયન ટાટા આયુર્વેદના મોટા જાણકાર ગણાય છે.
- બોલિવૂડ સહિત દેશની જાણીતી હસ્તીઓની સારવાર તે આયુર્વેદ દ્વારા કરે છે. કેટલીક હસ્તીઓ તેને પોતાના આધ્યાત્મિક ગુરૂ પણ માને છે, તેમના કાર્ય માટે કેટલાક એવોર્ડ પણ મળ્યા છે.

- શ્રીલંકાનો પૂર્વ સ્ટાર ક્રિકેટર સનથ જયસૂર્યા ઘૂંટણની ઇન્જરીથી પીડિત હતો. આ બીમારીને કારણે તે લાકડીના સહારે ચાલી રહ્યો હતો.

- ગત કેટલાક મહિનાથી તે સારવાર કરાવી રહ્યો હતો જો કે તેનો કોઇ ફાયદો થયો નહતો.

સૌજન્ય :
दिव्यभास्कर. कॉम

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો