નવી દિલ્હીઃ તમારો મોબાઈલ નંબર ટૂંકમાં જ બદલાઈ જશે. સરકાર તેની તૈયારી કરી રહી છે. હવો મોબાઈલ નંબર 10 આંકડાનો નહીં પરંતુ 13 આંકડાની સાથે આવશે. 1 જુલાઈ 2018 બાદ નવો નંબર લેવા પર 13 આંકડાનો નંબર મળશે. કેન્દ્રીય સંચાર મંત્રાલયે તમામ રાજ્યોને આ મામલે નિર્દેશ જારી કર્યા છે. બીએસએનએલે પણ તેના માટે તૈયારી શરૂ કરી દીધી છે. સૂત્રો દ્વારા મળેલી જાણકારી અનુસાર વિતેલા દિવસોમાં દિલ્હીમાં મળેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.
સૂત્રો અનુસાર, બેઠકમાં કહેવામાં આવ્યું છે કે 10 આંકડામાં હવે નવા મોબાઈલ નંબરની શક્યાત રહી નથી. આ કારણે 10થી વધારે નંબરની સીરીઝ શરૂ કરવામાં આવે અને બાદમાં તમામ મોબાઈલ નંબરને 13 આંકડાના કરવામાં આવે.
મોબાઈલ નંબરની નવી સીરીઝ આવવાથી તમામ ઓપરેટરોએ પોતાની સિસ્ટમ અપડે કરવાની રહેશે. આ મામલે તમામ સર્કલની ઓપરેટર કંપનીઓને આદેશ જારી કરવામાં આવ્યા છે. બીએસએનએલના વરિષ્ઠ અધિકારી અનુસાર ડિસેમ્બર 2018 સુધી જૂના નંબર પણ આ પ્રક્રિયા અંતર્ગત અપડેટ થશે.
સૂત્રો અનુસાર હાલમાં ચાલી રહેલ 10 આંકડાના મોબાઈલ નંબરને ઓક્ટોબરથી 13 આંકડા અનુસાર અપડેટ કરવાનું શરૂ કરવામાં આવશે. આ કામ 31 ડિસેમ્બર સુધી પૂરું કરવાનું રહેશે. જોકે હજુ સુધી એ નક્કી કરવામાં નથી આવ્યું કે હાલમાં ચાલી રહેલ મોબાઈલ નંબરમાં ફેરફાર કેવી રીતે થશે. નંબરમાં 3 ડિજિટ આગળ ઉમેરવામાં આવશે કે પાછળ એ નક્કી નથી થયું.
સૂત્રોએ એ પણ કહ્યું કે, આ મામલે મોબાઈલ હેન્ડસેટ બનાવતી કંપનીઓને પણ નિર્દેશ આપવામાં આવ્યા છે કે તે પોતાના સોફ્ટવેરમાં 13 આંકડાના નંબર અનુસાર અપડેટ કરી લે, જેથી યૂઝર્સને કોઈ પરેશાની ન થાય.
सौजन्य :
Abp asmita.in
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો